પિયત વ્યવસ્થાપન
વાવેતર પછી તૂરત જ હળવુ પિયત આપવુ. ત્યારબાદ બીજુ પિયત ચોથા દિવસે આપવું પછીના બધા પિયત જમીનની પ્રત અને હવામાન પ્રમાણે ૧૦ થી ૧ર દિવસના અંતરે આપવા. ગરમી પડે ત્યારે બે પિયત વચ્ચે ગાળો ટૂંકાવવો. લસણના ગાંઠીયા બંધાવવાની શરૂઆત થાય ત્યારે પિયતની ખેંચ ન પડે તેનું ખાસ ઘ્યાન રાખવું. લસણના ગાંઠીયા બંધાયા બાદ વધારે પડતા પિયતથી કળીઓનું ઉગી જવાનું પ્રમાણ વધે છે. કાપણી પહેલા ૧પ થી ર0 દિવસ અગાઉ પિયત બંધ કરવું.
લસણ