ખાતર વ્યવસ્થાપન

જમીન તૈયાર કરતી વખતે હેકટરે ર૦ થી રપ ટન કોહવાયેલું છાંણીયુ ખાતર જમીનમાં ભેળવવું તેમજ રપ કિ.ગ્રા. નાઈટ્રોજન, પ૦ કિ.ગ્રા. ફોસ્‍ફરસ તથા પ૦ કિ.ગ્રા. પોટાશ તત્‍વના રૂપમાં પાયાના ખાતર તરીકે અગાઉથી તૈયાર કરેલા કયારામાં આપવું. એટલે કે ૧૦૯ કિ.ગ્રા. ડીએપી , ૮૬ કિ.ગ્રા. મ્‍યુરેટ ઓફ પોટાશ અને ૧૧ કિ.ગ્રા. યુરિયા આપવું. ત્‍યારબાદ 3૦ દિવસે પૂર્તિખાતર તરીકે હેકટરે રપ કિલો નાઈટ્રોજન આપવો એટલે કે પ૪ કિ.ગ્રા. યુરિયા આપવું.