વાવેતર સમય અને પધ્ધતિ
વાવેતર સમય :
ઓકટોબર-નવેમ્બર, સંશોધનના પરિણામો પરથી તારણ મળેલ છે કે ૧ થી ર૧ ઓકટોબર દરમ્યાન વાવેતર કરવાથી વધુ ઉત્પાદન મળે છે.
વાવેતર પઘ્ધતિ : લસણની વાવણી થાણીને, છાંટીને કે ઓરીને કરવામાં આવે છે.
થાણીને : બે હાર વચ્ચે ૧૦ થી ૧પ સે.મી. તથા હારમાં બે કળી વચ્ચે ૧૦ સે.મી.નું અંતર રાખી અગાઉથી તૈયાર કરેલા કયારામાં હાથથી વાવેતર કરવામાં આવે છે.
છાંટીને : આ પઘ્ધતિમાં અગાઉથી તૈયાર કરેલ કયારામાં કળીઓ હાથથી એક સરખી છાંટવામાં આવે છે. ત્યારબાદ ખંપાળીની મદદથી જમીનમાં ભેળવી તૂરતજ પાણી આપવું.
ઓરીને : કયારામાં બળદ કે ટ્રેકટર દ્રારા બે હાર વચ્ચે ૧પ સે.મી. નું અંતર રાખી વાવેતર કરવામાં આવે છે.
લસણ