જમીન અને આબોહવા
આબોહવા :
લસણના પાકને ઠંડી, સુકી આબોહવા વધુ માફક આવે છે. જયા સમધાત ઉષ્ણતામાન રહેતું હોય ત્યાં લસણનો પાક સારો થાય છે. પાકના વૃઘ્ધિકાળ દરમ્યાન ૧ર.પ° થી ર૩.૯° સે. ગ્રે. તથા લસણના ગાઠીયા બંધાતી વખતે ૧પ.૬° થી રપ.૧° સે. ગ્રે. ઉષ્ણતામાનની જરૂર છે.
જમીન :
સારા નિતારવાળી, ફળદ્રુપ અને સેન્દિ્રય પદાર્થો સારા પ્રમાણમાં હોય તેવી જમીન વધુ અનુકુળ આવે છે. ગોરાડુ , બેસર તેમજ મઘ્યમ કાળી જમીનમાં લસણનો પાક સારો થાય છે જયારે ભારે કાળી કે ચીકણી જમીનમાં લસણના કંદનો વિકાસ એક સરખો થતો નથી.
લસણ