લસણની ખેતી
| હવામાન | લસણના પાકને ઠંડી, સુકી આબોહવા વધુ માફક આવે છે. જયા સમધાત ઉષ્ણતામાન રહેતું હોય ત્યાં લસણનો પાક સારો થાય છે. પાકના વૃઘ્ધિકાળ દરમ્યાન ૧ર.પ° થી ર3.૯° સે. ગ્રે. તથા લસણના ગાઠીયા બંધાતી વખતે ૧પ.૬° થી રપ.૧° સે. ગ્રે. ઉષ્ણતામાનની જરૂર છે. |
| જમીન | સારા નિતારવાળી, ફળદ્રુપ અને સેન્દિ્રય પદાર્થો સારા પ્રમાણમાં હોય તેવી જમીન વધુ અનુકુળ આવે છે. ગોરાડુ , બેસર તેમજ મઘ્યમ કાળી જમીનમાં લસણનો પાક સારો થાય છે જયારે ભારે કાળી કે ચીકણી જમીનમાં લસણના કંદનો વિકાસ એક સરખો થતો નથી. |
| સુધારેલી જાતો | ગુજરાત લસણ - ર , ગુજરાત લસણ - 3 , ગુજરાત લસણ - ૪, ગુજરાત જુનાગઢ લસણ - ૫, ગુજરાત આણંદ લસણ-૬ અને જી-ર૮ર (યમુના સફેદ - 3) |
| વાવેતર સમય : | ઓકટોબર-નવેમ્બર, સંશોધનના પરિણામો પરથી તારણ મળેલ છે કે ૧ થી ર૧ ઓકટોબર દરમ્યાન વાવેતર કરવાથી વધુ ઉત્પાદન મળે છે. |
| વાવેતર પઘ્ધતિ : | લસણની વાવણી થાણીને, છાંટીને કે ઓરીને કરવામાં આવે છે.
થાણીને : બે હાર વચ્ચે ૧૦ થી ૧પ સે.મી. તથા હારમાં બે કળી વચ્ચે ૧0 સે.મી.નું અંતર રાખી અગાઉથી તૈયાર કરેલા કયારામાં હાથથી વાવેતર કરવામાં આવે છે. છાંટીને : આ પઘ્ધતિમાં અગાઉથી તૈયાર કરેલ કયારામાં કળીઓ હાથથી એક સરખી છાંટવામાં આવે છે. ત્યારબાદ ખંપાળીની મદદથી જમીનમાં ભેળવી તૂરતજ પાણી આપવું. ઓરીને : કયારામાં બળદ કે ટ્રેકટર દ્રારા બે હાર વચ્ચે ૧પ સે.મી. નું અંતર રાખી વાવેતર કરવામાં આવે છે. |
| બીજનો દર : | હેકટરે પ૦૦ થી ૭૦૦ કિ.ગ્રા. કળીઓની જરૂરીયાત રહે છે. |
| ખાતરઃ | જમીન તૈયાર કરતી વખતે હેકટરે ર૦ થી રપ ટન કોહવાયેલું છાંણીયુ ખાતર જમીનમાં ભેળવવું તેમજ રપ કિ.ગ્રા. નાઈટ્રોજન, પ૦ કિ.ગ્રા. ફોસ્ફરસ તથા પ૦ કિ.ગ્રા. પોટાશ તત્વના રૂપમાં પાયાના ખાતર તરીકે અગાઉથી તૈયાર કરેલા કયારામાં આપવું. એટલે કે ૧૦૯ કિ.ગ્રા. ડીએપી , ૮૬ કિ.ગ્રા. મ્યુરેટ ઓફ પોટાશ અને ૧૧ કિ.ગ્રા. યુરિયા આપવું. ત્યારબાદ 3૦ દિવસે પૂર્તિખાતર તરીકે હેકટરે રપ કિલો નાઈટ્રોજન આપવો એટલે કે પ૪ કિ.ગ્રા. યુરિયા આપવું. |
| પિયત: | વાવેતર પછી તૂરત જ હળવુ પિયત આપવુ. ત્યારબાદ બીજુ પિયત ચોથા દિવસે આપવું પછીના બધા પિયત જમીનની પ્રત અને હવામાન પ્રમાણે ૧૦ થી ૧ર દિવસના અંતરે આપવા. ગરમી પડે ત્યારે બે પિયત વચ્ચે ગાળો ટૂંકાવવો. લસણના ગાંઠીયા બંધાવવાની શરૂઆત થાય ત્યારે પિયતની ખેંચ ન પડે તેનું ખાસ ઘ્યાન રાખવું. લસણના ગાંઠીયા બંધાયા બાદ વધારે પડતા પિયતથી કળીઓનું ઉગી જવાનું પ્રમાણ વધે છે. કાપણી પહેલા ૧પ થી ર0 દિવસ અગાઉ પિયત બંધ કરવું. |
| આંતરખેડ અને નિદામણ : | લસણના પાકનું ટુંકા અંતરે વાવેતર થતુ હોવાથી આંતરખેડ શકય નથી. લસણમાં નીંદણના અસરકારક નિયંત્રણ માટે નિંદનાશક દવા પેન્ડીમીથીલીન (સ્ટોમ્પ) ૪૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી પાકની વાવણીબાદ બીજા દિવસે છંટકાવ કરવો. આ દવાથી એક માસ સુધી નિંદામણ કરવાની જરૂરીયાત રહેતી નથી ત્યારબાદ જરૂર મુજબ ૧ થી ર વખત હાથ નિંદામણ કરવુ. |
| કાપણી : | લસણનો પાક આશરે ૧૩૦ થી ૧3પ દિવસે તૈયાર થાય છે. લસણના પાનની ટોચનો ભાગ સૂકાયને બદામી રંગનો થાય અને જમીન તરફ ઢળે ત્યારે માનવું કે લસણના દડા કાપણી માટે તૈયાર થઈ ગયેલ છે. આ સમયે કળીયાની રાંપ વડે કંદને ઈજા ન પહોંચે તે રીતે રાંપ ચલાવીને લસણને પાન સાથે ઉપાડવું. ત્યારબાદ તેની નાની નાની જુડીઓ બનાવીને હારમાં બે દિવસ સુધી ખેતરમાં રાખી પછી જુડીઓને છાંયાવાળી જગ્યામાં લઈ ગયા પછી પાસે પાસે ઉભી ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ લસણના કંદ ઢંકાઈ જાય તે રીતે ફરતે માટીનો થર ચડાવવામાં આવે છે. આ રીતે ર0 થી રપ દિવસ રાખ્યા પછી ડીંટનો ભાગ ર.પ થી 3 સે.મી. રહેવા દઈ પાનનો ઉપરનો ભાગ કાપી નાંખવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ લસણના ગાંઠીયાને આછા શણનાં કોથળામાં ભરી હવાની અવર-જવરમાં ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવે છે. |
| ઉત્પાદન : | લસણના પાકનું હેકટરે સરેરાશ ૮ થી ૧૦ ટન જેટલું ઉત્યાદન મળે છે. |
| કાપણી : | લસણનો પાક આશરે ૧૩૦ થી ૧3પ દિવસે તૈયાર થાય છે. લસણના પાનની ટોચનો ભાગ સૂકાયને બદામી રંગનો થાય અને જમીન તરફ ઢળે ત્યારે માનવું કે લસણના દડા કાપણી માટે તૈયાર થઈ ગયેલ છે. આ સમયે કળીયાની રાંપ વડે કંદને ઈજા ન પહોંચે તે રીતે રાંપ ચલાવીને લસણને પાન સાથે ઉપાડવું. ત્યારબાદ તેની નાની નાની જુડીઓ બનાવીને હારમાં બે દિવસ સુધી ખેતરમાં રાખી પછી જુડીઓને છાંયાવાળી જગ્યામાં લઈ ગયા પછી પાસે પાસે ઉભી ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ લસણના કંદ ઢંકાઈ જાય તે રીતે ફરતે માટીનો થર ચડાવવામાં આવે છે. આ રીતે ર0 થી રપ દિવસ રાખ્યા પછી ડીંટનો ભાગ ર.પ થી 3 સે.મી. રહેવા દઈ પાનનો ઉપરનો ભાગ કાપી નાંખવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ લસણના ગાંઠીયાને આછા શણનાં કોથળામાં ભરી હવાની અવર-જવરમાં ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવે છે. |
| ઉત્પાદન : | ચોમાસુ ડુંગળીમાં હેકટરે સરેરાશ રપ થી ૩૦ ટન જયારે શિયાળુ ડુંગળીમાં ૪૦ થી પ૦ ટન જેટલુ ઉત્પાદન મળે છે. |
લસણ