લસણમાં આવતા રોગો અને તેનું નિયંત્રણ

(અ) રોગ:

(૧) ભૂકીછારો:
શરૂઆતમાં છોડ ઉપર સફેદ રંગની છારી દેખાય છે અને રોગીષ્‍ટ છોડ નબળો દેખાય છે. આ રોગના નિયંત્રણ માટે થાયોફેનેટ મિથાઈલ (૦.૦પ ટકા) ૭ ગ્રામ અથવા હેકઝાકોનાઝોલ (૦.૦૦૮ ટકા) ૧૬ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧૦ દિવસનાં અંતરે ત્રણ છંટકાવ કરવા.


(ર) સુકારો:
પાન ઉપર કાળા ડાઘ જોવા મળે છે વધારે ઉપદ્રવ થતા પાન સૂકાઈ જાય છે.
નિયંત્રણ :
કાર્બાન્‍ડેઝીમ પ૦ ટકા વે.પા ૦.૦પ ટકા (૧૦ ગ્રામ / ૧૦ લીટર પાણી) અને હેકઝાકોનાઝોલ પ ટકા ઈ.સી. ૦.૦૦૮ ટકા (૧૬ મિ.લિ. દવા ૧૦ લીટર પાણી) ના ત્રણ છંટકાવ અથવા થાયોફેનેટ મિથાઈલ ૭૦ ટકા વે .પા. ૦.૦પ ટકા (૭ ગ્રામ /૧૦ લીટર પાણી) અથવા મેન્‍કોઝેબ ૭પ ટકા વે.પા. ૦.ર ટકા (ર૭ ગ્રામ / ૧૦ લીટર પાણી) ના ચાર છંટકાવ રોગની શરૂઆત થયેથી ૧૦ દિવસના અંતરે કરવાની ભલામણ છે.

(બ) જીવાત

થ્રીપ્‍સ :- મોટી વયના બચ્‍ચા અને પુખ્‍ત કિટકો પાનની ઉપરની સપાટી પર પોતાના મુખાંગથી ઘસરકા પાડી, ઘસરકામાંથી નીકળતા પ્રવાહીને ચૂસી નુકસાન કરે છે. આમ ઘસરકા પાડેલ પાન પરનો ભાગ સુકાતા તે સફેદ ધાબાના રૂપમાં જોવા મળે છે. નાની વયના બચ્‍ચાઓ બે પાનની વચ્‍ચેના ભાગમાં રહી નુકસાન કરતા હોય છે. નુકસાન પામેલ છોડ કોકડાઈને વાંકોચુકો બની જાય છે અને અતિ ઉપદ્રવ વખતે છોડ સુકાય જાય છે. છોડની નીચે જમીનમાં કંદ બંધાતા નથી તેમજ બિયારણની ડુંગળીમાં ફુલમાં દાણા  પણ બંધાતા નથી. આ જીવાતનો ઉપદ્રવ પાક ઉગાવાના એકાદ મહિનામાં ચાલુ થાય છે પરંતુ ફેબ્રુઆરી માસની મઘ્‍યથી માર્ચના પ્રથમ પખવાડીયામાં વધારેમાં વધારે ઉપદ્રવ હોય છે.

નિયંત્રણઃ-

  • નિયમીત ઊંડી ખેડ કરવી.
  • પાકની ફેરબદલી કરવી.
  • થ્રિપ્‍સનો ઉપદ્રવ ઘટાડવા માટે ફુવારા પિયત પઘ્‍ધતિનો ઉપયોગ કરવો.
  • વધુ પડતા નાઈટ્રોજનયુકત ખાતરોનો વપરાશ ટાળવો.
  • ડુંગળી વાવતી વખતે દાણાદાર જંતુનાશક દવા જેવી કે ફોરેટ ૧૦ જી હેકટરે ૧પ કિ.ગ્રા. અથવા કાર્બોફયુરાન ૩ જી હેકટરે ૩૩ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપવી.
  • આ જીવાત બહુભોજી હોવાથી શરુઆતમાં ડુંગળીના ખેતરમાં ઉગી નીકળેલ ઘાસ (ખાસ કરીને કાળીયા ઘાસ) પર તેની વૃઘ્‍ધિ થાય છે તેથી ખેતરને નિંદામણથી મુકત રાખવું.
  • આ જીવાતની કોશેટા અવસ્‍થા જમીનમાં પસાર થતી હોવાથી જમીનને અવારનવાર ગોડવી તેમજ પાળા પર કવીનાલફોસ ૧.પ ટકા ભુકીનો સમયાંતરે છંટકાવ કરવો.
  • પાકમાં નિયમિત રીતે પિયત આપતા રહેવું.
  • રાસાયણીક નિયંત્રણઃ સ્પીનોસેડ ૪પ એસ.સી. ૦.૦૦૯ % ( ર મિ.લિ. / ૧૦ લિટર પાણી, ૪પ ગ્રામ સ.ત. / હેકટર) અથવા કલોરફેનાપાયર ૧૦ ઈ.સી. ૦.૦૦૮% ( ૭.પ મિ.લિ. / ૧૦ લિટર પાણી, ૩૭.પ ગ્રામ સ.ત. / હેકટર) અથવા ફિપ્રોનીલ પ એસ.સી. ૦.૦૦૭ % ( ૧૪  મિ.લિ. / ૧૦ લિટર પાણી, ૩પ ગ્રામ સ.ત. / હેકટર) પ્રમાણે બે છંટકાવ કરવા જેમાં પ્રથમ છંટકાવ થ્રિપ્‍સનો ઉપફ્‍વ જોવા મળે ત્‍યારે અને બીજો છંટકાવ ત્‍યારબાદ દસ દિવસ પછી કરવાની ભલામણ છે. આ કીટનાશક દવાઓના છેલ્‍લા છંટકાવ અને કાપણી વચ્‍ચેનો સમયગાળો ૩૪ દિવસનો જાળવવો.