પાછલી માવજત
ઓરીને વાવેલ પાકમાં વાવણી બાદ ર૦ દિવસે ચાસમાં બે છોડ વચ્ચે ૩૦ સે.મી.નું અંતર રાખી છોડ પારવવા જોઈએ. પાકની શરૂઆતની અવસ્થાએ કરબથી ૧ થી ર વખત આંતરખેડ કરવી તેમજ જરૂરીયાત મુજબ ર થી ૩ વખત હાથ નિંદામણ કરવું જોઈએ. જે વિસ્તારમાં નિંદણનો પ્રશ્ન ખૂબ જ રહેતો હોય અને મજૂરોની અછત હોય ત્યાં નિંદણનાશક રાસાયણીક દવા જેવી કે ફલુકલોરાલીન (બાસાલીન) ૧ લીટર/હેકટરે વાવણી અગાઉ અથવા પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ) ૧ લીટર/ હેકટરે વાવણી બાદ પ્રથમ પિયત આપ્યા પછી ૫૦૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ભીંડા