ખાતર વ્યવસ્થાપન

 જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૧૦ થી ૧ર ટન સારૂ કોહવાયેલું છાણીયુ ખાતર આપવુ જયારે રાસાયણિક ખાતરોમાં ૫૦ કિ.ગ્રા. ફોસ્‍ફરસ ૧૦૯ કિ.ગ્રા. ડીએપી) અને ૫૦ કિ. ગ્રા. પોટાશ (૮૬ કિ.ગ્રા. મ્‍યુરેટઓફ પોટાશ) અને ૭૫ કિ.ગ્રા . નાઈટ્રોજન (૧૨૧ કિ. ગ્રા. યુરિયા) વાવેતર સમયે આપવા જોઈએ. પૂર્તિ ખાતર તરીકે વાવણી બાદ ત્રીજા અઠવાડીએ હેકટર દીઠ ૩૭.૫ કિ. ગ્રા. નાઈટ્રોજનનો (૮૨ કિ. ગ્રા. યુરિયા) પ્રથમ હપ્‍તો, બીજો હપ્‍તો પૂર્તિ ખાતર તરીકે ૩૭.૫ કિ.ગ્રા. નાઈટ્રોજન (૮૨ કિ. ગ્રા. યુરિયા) વાવણી બાદ ૬ અઠવાડીએ એટલે કે પાકમાં ફુલ આવે ત્‍યારે આપવો.