જમીન અને આબોહવા
આબોહવા :
આ પાકને ગરમ ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે. ખાસ કરીને ર૫° સે. થી ૩૦° સે. ઉષ્ણતામાને આ પાક સારો થાય છે. તેથી જ ચોમાસુ તથા ઉનાળુ ઋતુમાં આ પાક સહેલાઈથી ઉગાડી શકાય છે. વધુ પડતી ઠંડી અને ભેજની આ પાક ઉપર માઠી અસર થાય છે.
જમીન :
ભીંડા બધાજ પ્રકારની જમીનમાં થઈ શકે છે. તેમ છતા સારા નિતારવાળી, ભરભરી, ગોરાડુ, બેસર તથા મઘ્યકાળી જમીન વધું અનુકુળ આવે છે. પરંતુ પાણી ભરાઈ રહે તેવી નીચાણવાળી જમીન અનુકુળ આવતી નથી.
ભીંડા