ભીંડાની ખેતી
| હવામાન | આ પાકને ગરમ ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે. ખાસ કરીને ર૫° સે. થી 3૦° સે. ઉષ્ણતામાને આ પાક સારો થાય છે. તેથી જ ચોમાસુ તથા ઉનાળુ ઋતુમાં આ પાક સહેલાઈથી ઉગાડી શકાય છે. વધુ પડતી ઠંડી અને ભેજની આ પાક ઉપર માઠી અસર થાય છે. |
| જમીન | ભીંડા બધાજ પ્રકારની જમીનમાં થઈ શકે છે. તેમ છતા સારા નિતારવાળી, ભરભરી, ગોરાડુ, બેસર તથા મઘ્યકાળી જમીન વધું અનુકુળ આવે છે. પરંતુ પાણી ભરાઈ રહે તેવી નીચાણવાળી જમીન અનુકુળ આવતી નથી. |
| જાતો | ભીંડાના વાવેતર માટે વધુ ઉત્પાદન આપતી તેમજ પચરંગીયા રોગ (કોઢીયાનો રંગ) સામે પ્રતિકારકતા ધરાવતી જાતો પસંદ કરવી સુધારેલી જાતો : ગુજરાત ભીંડા-ર, ગુજરાત જુનાગઢ ભીંડા-3, ગુજરાત આણંદ ભીંડા-૫, ગુજરાત ભીંડા-૬ અને પરભણી ક્રાંતિ સંકર જાતો : ગુજરાત સંકર ભીંડા -ર, ગુજરાત જૂનાગઢ સંકર ભીંડા-3 અને ગુજરાત જૂનાગઢ સંકર ભીંડા-૪ |
| વાવેતર સમય | ચોમાસુ પાક:- જૂન - જૂલાઈ ઉનાળુ પાક:- ફેબુઆરી - માર્ચ |
| વવાવેતર અંતર : | થાણીને વાવેતર :- ૬૦ × ૩૦ સે.મી. ઓરીને વાવેતર:- ૪૫ થી ૬૦ સે.મી. |
| બિયારણનો દર : | થાણીને વાવેતર માટે:- ૪ થી ૬ કિ.ગ્રા./ હેકટરે ઓરીને વાવેતર માટે:- ૮ થી ૧૦ કિ.ગ્રા/ હેકટરે |
| બીજ માવજત : | બીજને વાવતા પહેલા થાયમેથોકઝામ 3 ગ્રામ અથવા ઇમીડાકલોપ્રીડ ૫ ગ્રામ દવા એક કિલો બીજ દીઠ ભેળવી પટ આપવો |
| ખાતરઃ | જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૧૦ થી ૧ર ટન સારૂ કોહવાયેલું છાણીયુ ખાતર આપવુ જયારે રાસાયણિક ખાતરોમાં ૫૦ કિ.ગ્રા. ફોસ્ફરસ ૧૦૯ કિ.ગ્રા. ડીએપી) અને ૫૦ કિ.ગ્રા. પોટાશ (૮૬ કિ.ગ્રા. મ્યુરેટઓફ પોટાશ) અને ૭૫ કિ.ગ્રા. નાઈટ્રોજન (૧૨૧ કિ. ગ્રા. યુરિયા) વાવેતર સમયે આપવા જોઈએ. પૂર્તિ ખાતર તરીકે વાવણી બાદ ત્રીજા અઠવાડીએ હેકટર દીઠ ૩૭.૫ કિ. ગ્રા. નાઈટ્રોજનનો (૮૨ કિ. ગ્રા. યુરિયા) પ્રથમ હપ્તો, બીજો હપ્તો પૂર્તિ ખાતર તરીકે ૩૭.૫ કિ.ગ્રા. નાઈટ્રોજન (૮૨ કિ. ગ્રા. યુરિયા) વાવણી બાદ ૬ અઠવાડીએ એટલે કે પાકમાં ફુલ આવે ત્યારે આપવો. |
| પાછલી માવજત : | ઓરીને વાવેલ પાકમાં વાવણી બાદ ર0 દિવસે ચાસમાં બે છોડ વચ્ચે 3૦ સે.મી.નું અંતર રાખી છોડ પારવવા જોઈએ. પાકની શરૂઆતની અવસ્થાએ કરબથી ૧ થી ર વખત આંતરખેડ કરવી તેમજ જરૂરીયાત મુજબ ર થી 3 વખત હાથ નિંદામણ કરવું જોઈએ. જે વિસ્તારમાં નિંદણનો પ્રશ્ન ખૂબ જ રહેતો હોય અને મજૂરોની અછત હોય ત્યાં નિંદણનાશક રાસાયણીક દવા જેવી કે ફલુકલોરાલીન (બાસાલીન) ૧ લીટર/હેકટરે વાવણી અગાઉ અથવા પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ) ૧ લીટર/ હેકટરે વાવણી બાદ પ્રથમ પિયત આપ્યા પછી ૫૦૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. |
| પિયત : | ચોમાસું પાકમાં જરૂર જણાયતો એકાદ-બે પિયત આપવા. ઉનાળુ પાક માટે પ્રથમ પિયત વાવણી બાદ તૂરતજ અને ચોથા દિવસે બીજુ પિયત આપવું. ત્યારપછી ૬ થી ૮ દિવસના અંતરે જમીનની પ્રત અને હવામાનને ઘ્યાનમાં લઈ પિયત આપવા. |
| વીણી અને ઉત્પાદન : | વાવણી બાદ ૪૫ થી ૫૦ દિવસ બાદ ભીંડા ઉતારવાની શરૂઆત થાય છે. પ્રથમ વીણીબાદ બેથી ત્રણ દિવસે નિયમિત વીણી કરવી જોઈએ. અઠવાડીયામાં ત્રણ વીણી કરવી, સામાન્ય રીતે ૧૮ થી ર૦ વીણી કરવી. હેકટરે સરેરાશ ૧૨ થી ૧૫ ટન જેટલુ ઉત્પાદન મળે છે. |
ભીંડા