ભીંડામાં આવતા રોગો અને તેનું નિયંત્રણ

(અ) રોગો :

(ભીંડાનો પચરંગીયો (કોઢીયો રોગ): આ રોગવાળા છોડ જોવા મળે તૂરતજ ઉપાડી નાશ કરવો આ રોગ ચૂસિયા પ્રકારની જીવાતથી ફેલાતો હોય તેના નિયંત્રણ માટે કોઈપણ એક શોષક પ્રકારની દવા જેવી કે, મિથાઇલ-ઓ-ડીમેટોન (૧૦ મીલી. / ૧૦ લી.) અથવા ડાયમીથોએટ (૧૦ મીલી./૧૦ લી.) અથવા ટ્રાયઝોફોસ (૧૦ મીલી. /૧૦ લી.) ના વાવણીના ત્રણ અઠવાડીયે ૧૫ દિવસના અંતરે વારા ફરતી છંટકાવ કરવા.

 

(ર) ભૂકીછારો

આ રોગના નિયંત્રણ માટે કાર્બાન્‍ડેઝીમ પ૦ ટકા દ્રાવ્‍ય ભૂકી ૫ ગ્રામ અથવા હેકઝાકોનાઝોલ ૫ ઇસી ૧૦ મીલી. અથવા સલ્ફર ૮૦ વેપા ૩૦ ગ્રામ દવા દ્રાવ્‍ય ગંધક ૮૦ ટકા ર૫ ગ્રામ અથવા થાયોફોનેટ મિથાઈલ ૭૦ ટકા વે. પા. ૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળી બે થી ત્રણ છંટકાવ ૧૦ થી ૧ર દિવસના અંતરે કરવા.

 

(બ)  જીવાત:

() ચુસિયા પ્રકારની જીવાત: પાકની શરૂઆતની અવસ્‍થાએ મોલોમશી, તડતડીયા, સફેદમાંખી, પાન કથીરી જેવી જીવાતો પાનમાંથી રસ ચુસીને નુકશાન કરે છે. જેના નિયંત્રણ માટે થાયોમીથોકઝામ ૭૦ ટકા વે. પા. ર.૮ ગ્રામ/કિલો બીજ અથવા ઈમીડાકલોપ્રીડ ૭૦ ટકા વે. પા. ૫ ગ્રામ/કિલો બીજ પ્રમાણે દવાનો પટ આપવો અને કારટેપ હાઈડ્રોકલોરાઈડ ૫૦ એસ. પી. ૧૫ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ડાયમીથોએટ, અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન પૈકીની કોઈપણ એક દવા ૧૦ લીટર પાણીમાં ૧૦ મી.લી. ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાયતો આઠ-દશ દિવસ બાદ બીજો છંટકાવ કરવો.

 

(ર) ટપકાવાળી ઇયળ:  આ ઈયળ શરૂઆતની અવસ્‍થામાં ડૂંખ કોરી ખાઈ નુકશાન કરે છે. ત્‍યાર બાદ જયારે શીંગો બેસે ત્‍યારે શીંગમાં ભરાઈને નુકશાન કરે છે. આના નિયંત્રણ માટે નુકશાન પામેલ ડૂંખ તથા શીંગનો વીણીને નાશ  કરવો જોઈએ. ડૂંખ માં નુકશાન જોવા મળે ત્‍યારે હેકટરે ર૦ ની સંખ્‍યામાં ફેરોમોન ટ્રેપ ગોઠવવાં અને આના નિયંત્રણ માટે બીવેરીયા બેઝિયાના ૪૦ ગ્રામ અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૫ મીલી અથવા ર્કિવનાલફોસ ૨૫% ઇસી ૨૦ મી.લી. અથવા કારટેપ હાઈડ્રોકલોરાઈડ ૫૦ એસ. પી. ૨૦ ગ્રામ દવા ૧૦લીટર પાણીમાં ઓગાળી જરૂર મુજબ વારાફરતી છંટકાવ કરવો.