સરદાર સ્મુતિ કેન્દ્ર
| સરદાર સ્મૃતિ કેન્દ્ર | ||
|
અખંડ ભારતના અજોડ શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનો દેશની પ્રજાનાં જીવનમાં અને સવિશેષ ખેડૂત સમાજની ઉત્ક્રાંતિમાં અનન્ય ફાળો છે. તેમનાં બારડોલી સત્યાગ્રહની ગાથાએ ખેડૂતોમાં નિડરતા અને વિરતાના ગુણોનું સિંચન કર્યુ છે.
ખેડૂત પ્રતિભાને સમગ્ર પ્રજામાં અનેરૂ સ્થાન અપાવનાર સરદારશ્રીનાં સમગ્ર જીવનની ઐતિહાસિક ભૂમિકાની સળંગ અને જીવંત સ્મૃતિ જળવાઈ રહે તે હેતુથી તેમના જન્મ શતાબ્દી વર્ષ ૧૯૭પમાં ખેડૂતોના ઉત્કર્ષ, ઉત્થાન અને સમૃધ્ધિ માટે સરદારશ્રીએ સેવેલા સ્વપ્નને સાકાર કરવા સતત પ્રયત્નશીલ ગુજરાત કૃષિ યુનિવર્સિટીએ તેના આણંદ, જૂનાગઢ અને નવસારી કેન્દ્વો ખાતે યાત્રાધામ સમા સરદાર સ્મૃતિ કેન્દ્રોની સરકારશ્રીની સહાય અને લોકફાળા દ્વારા સ્થાપના કરી છે. |
||
| હેતુઓ: |
૧. સરદારશ્રીની સ્મુતિ ગુજરાતના ખેડૂત વર્ગમાં ચિરંજીવ રહે તથા નવોદિત કુષક સમાજ માટે પ્રેરણાદાયક બની રહે તે માટે સરદારશ્રીનાં જીવન પ્રસંગોનું સંગ્રહસ્થાન સ્થાપવું. ૨. સૌરાષ્ટ્ર વિસ્તારના મુખ્ય પાકો અને તેની ખેતી પદ્ધતિઓ અંગેનું કૃષિ પ્રદર્શન તૈયાર કરવું. ૩. ખેડૂતોને અધતન કૃષિ અંગેની માહિતી અને માર્ગદર્શન પુરા પાડવાં. ૪. ખેડૂતોપયોગી કૃષિ સાહિત્યનું પ્રકાશન કરવું ૫. ખેડૂતોની જરૂરિયાતોને લક્ષમાં લઈને અધતન ખેતી અંગેની પ્રત્યક્ષ તાલીમ આપવી. |
|
| આ કેન્દ્ર દ્વારા વિવિધ વિસ્તરણ પ્રવૃતિઓ જેવી કે કૃષિ સાહિત્ય પ્રકાશન અને વેચાણ, ખેડૂતોને ખેતી વિષયક માર્ગદર્શન, ટૂંકાગાળાની ખેડૂત / ખેડૂત મહિલા તાલીમ, ચર્ચાસભા, કૃષિ પ્રદર્શન, ફિલ્મ શો, ક્ષેત્રદિન / નિદર્શન સભા વગેરે પ્રવૃતિઓ કરવામાં આવે છે. | ||
| ૧. સંગ્રહસ્થાન: |
સૌરાષ્ટ્ર વિસ્તારમાં વવાતા મુખ્ય પાકોની સુધારેલી જાતોનાં બીજનાં નમુના તેના ગુણધર્મો, માહિતી, ચાર્ટસ તથા પાક સંરક્ષણ અંગેની માહિતીને આવરી લેતું કૃષિ પ્રદર્શન તૈયાર કરી જાળવવામાં આવે છે.
આ ઉપરાંત સરદારશ્રીનાં જીવન દર્શન અને જૂનાગઢની લોકક્રાંતિ (આરઝી હકુમત) ની ફોટોગ્રાફીક ગેલેરીની જાળવણી કરવામાં આવેલ છે અને મુલાકાતીઓને સમજાવવામાં આવે છે. |
|
| ૨. ખેડૂત છાત્રાલય: | આ કેન્દ્ર પાસે કૃષિકાર અતીથી ભવન અને કિશાનધર ૮૮ ખેડૂત રહી શકે તેવી સગવડતાવાળા બે છાત્રાલય છે. જેમાં તાલીમાર્થી ખેડૂત, ખેડૂત બહેનો તથા વિસ્તરણ કાર્યકરોને રહેવા માટે સગવડતા પુરી પાડવામાં આવે છે. | |
| ૩. ખેડૂત તાલીમ: | અહેવાલ હેઠળનાં સમગ્ર વર્ષ દરમ્યાન ખેડૂતો / ખેડૂત બહેનોને તાલીમ આપવામાં આવેલ છે. | |
| ૪. સાહિત્ય પ્રકાશન: | ખેડૂત ઉપયોગી કૃષિ સાહિત્ય સરદાર સ્મૃતિ કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્રારા પ્રકાશિત કરવામાં આવે છે. | |
| ૫. ખેતી વિષયક માર્ગદર્શન : | ખેડૂતોએ ટેલીફોન દ્રારા અને રૂબરૂ ખેતી વિષયક પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. | |
| ૬. ચર્ચા સભા : | ચર્ચા સભાઓનું આયોજન કરવામાં આવે છે. વિવિધ વિષયો પરની ચર્ચા સભાઓમાં ખેડૂત ભાઈઓ ભાગ લઈ વૈજ્ઞાનિકો પાસેથી ખેતી વિષયક માર્ગદર્શન મેળવે છે. | |
| ૭. કૃષિ પ્રદર્શન : | કૃષિમેળા અંતગર્ત કૃષિ પ્રદર્શન યોજવામાં આવે છે જેમાં જુદા જુદા વિભાગો દ્વારાચાર્ટ,બેનર,જીવંત નમુનાઓ પ્રદર્શિત કરવામાં આવે છે. | |
સરદાર સ્મુતિ કેન્દ્ર