ધાણાના પાકમાં કેટલી આંતરખેડ અને નિંદામણ દુર કરવા માટે શું કરવું જોઈએ ?

ધાણાના પાકમાં નિંદામણના કારણે ઉત્‍પાદનમાં પ૦-૭૧ ટકા સુધી ઘટાડો થાય છે. નિંદામણના ઉપદ્રવને ઘ્‍યાનમાં રાખીને ર-૩ આંતરખેડ અને ર હાથ નિંદામણની જરૂરિયાત રહે છે. જયાં મજૂરની અછત અને નિંદામણ વધારે હોય ત્‍યારે વાવણી બાદ તુરત જ નિંદામણનાશક દવાઓ જેવી કે પેન્‍ડીમીથેલીન ૧.૦ કિ.ગ્રા. તત્‍વ અથવા ફલ્‍યુકલોરાલીન ૦.૯ કિ.ગ્રા. સક્રિયતત્‍વ પ્રતિ હેકટર પ્રમાણે વાવણી પહેલા છંટકાવ કરી પિયત આપવું અથવા વાવણી બાદ પિયત આપી, બે દિવસ બાદ છંટકાવ કરવો.

ધાણા