ધાણાની પાકમાં કાપણીનો યોગ્ય સમય કયો ? અને કેટલું ઉત્પાદન મેળવી શકાય ?
ધાણામાં પાકમાં કાપણી સમય ઉત્પાદન અને ગુણવત્તા માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે. પાક સામાન્ય રીતે ૧૧૦ અને ૧ર૦ દિવસમાં તૈયાર થઈ જાય છે. દેહધાર્મિક પરિપકવતાએ પાકની કાપણી કરવી. ધાણાનો લીલો રંગ અને સુગંધ જળવાઈ રહે તે માટે કાપણી પછી પાકની સૂકવણી છાંયામાં કરવી આવશ્યક છે. જો કાપણી મોડી કરવામાં આવે તો દાણા ખરી પડે, રંગ સફેદ કે ભૂખરો થાય અને ઉડયનશીલ તેલનું પ્રમાણ ઘટે છે. તે જ પ્રમાણે જો વહેલી કાપણી કરવામાં આવે તો અપરિપકવતાને કારણે ધાણાનું વજન અને કદ ઘટે છે. પરંતુ લીલો રંગ જળવાઈ રહેતા બજારકિંમત ઉંચી મળે છે.
સૂકા ધાણા (દાણા)નું ૧ર૦૦ થી ૧પ૦૦ કિ.ગ્રા. જેટલું સરેરાશ ઉત્પાદન પ્રતિ હેકટરે મળે છે. પણ વધુમાં વધુ ર૦૦૦ થી રપ૦૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે ઉત્પાદન મેળવવાની સંભાવના રહેલી છે.
ધાણા