ધાણાનો ઘરગથ્થુ ઔષધિય ઉપયોગ જણાવો.
ધાણા વાયુ, પિત અને કફ ત્રણેય દોષોને શમન કરે છે. લીલા ધાણાના પાનના રસના ટીપા આંખમાં નાખવાંથી આંખની ગરમી મટે છે તેમજ તેનો રસ પીવાથી આંખનુ તેજ વધે છે. ધાણા હરસ-મસામાં છાશ સાથે આપવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત વાતરક્તમાં જીરા અને શાહજીરા સાથે ધાણાનો ઉકાળો આપવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત અધકચરા ધાણાના ચૂર્ણ એક કપ પાણીમાં ઉકાળી સાકર સાથે દુધ નાંખીને પીવાથી મંદાગ્નિમાં ફાયદો થાય છે.
ધાણા