ધાણાની ખેતી બિનપિયત કરી શકાય કે કેમ? જો કરી શકાય તો તેની માહિતી આપશો.

ધાણાની ખેતી પિયત અને બિનપિયત બન્‍ને રીતે કરી શકાય છે. પરંતુ ધાણાની બિનપિયત ખેતી કરવી હોય તો તેનું વાવેતર સપ્‍ટેમ્‍બર માસમાં કરવું જોઈએ અને બે હાર વચ્‍ચે ૬૦ સેમીનું અંતર રાખી વાવેતર કરવું તેમજ પાયાના ખાતર તરીકે ૧૦ કિગ્રા. નાઈટ્રોજન અને ૧૦ કિગ્રા. ફોસ્‍ફરસ પાયાના ખાતર તરીકે આપવું જોઈએ એટલે કે રર કિગ્રા ડી.એ.પી. અને ૧૩ કિગ્રા યુરીયા પ્રતિ હેકટરે આપવું જોઈએ. પૂર્તિ ખાતર આપવાની જરૂરીયાત નથી.

ધાણા