ધાણાના પાકનું (ધાણાભાજી કે કોથમીર તરીકે) ઉનાળામાં વાવેતર કરવાથી ઉગાવો ખૂબ જ ઓછો થાય છે અને ધાણા પીળા પડી સુકાય જાય છે તો શું કરવું ?
ધાણાના પાકને સુકી અને ઠંડી આબોહવા વધુ માફક આવે છે તેથી તેનું વાવેતર સામાન્ય રીતે શિયાળુ ઋતુમાં કરવામાં આવે છે. પરંતુ ધાણાભાજી (કોથમીર) તરીકે ધાણાનું ઉનાળામાં વાવેતર કરવું હોય તો નેટહાઉસમાં ધાણાનું બીજ માવજત આપી વાવેતર કરવાથી સારો અને ઝડપી ઉગાવો મળશે તેમજ છોડ પીળા પડી સુકાઈ જશે નહી. આ રીતે ધાણાભાજીનું નેટહાઉસમાં આખુ વર્ષ વાવેતર કરી ગુણવત્તાવાળુ ઉત્પાદન મેળવી શકાશે.
ધાણા