ધાણાના વિવિધ ઉપયોગો જણાવો.
ધાણાના પાન અને બીજમાંથી સુગંધિત ઉડયનશીલ તેલ (૧.૦ થી ૧.૭ ટકા) હોય છે. જેમાં મુખ્યત્વે ભભકોરીઓન્ડીનોલભભ નું પ્રમાણ વધુ હોય છે. જેથી પાન (કોથમીર) તથા બીજ શાકાહારી અને માંસાહારી ખોરાકમાં ખૂબ જ લોકપ્રિય છે. ઉપરાંત દાણાનો ઉપયોગ વિવિધ અથાણા, સોસ, ચટણી, બેકરીની જુદી જુદી વાનગીઓ અને કરી પાવડર બનાવવામાં થાય છે. ધાણાદાળનો ઉપયોગ ભોજન પછી મુખવાસ તરીકે ખૂબ જ પ્રચલિત છે. ધાણા ધાર્મિક અને શુભ પ્રસંગે પ્રસાદીરૂપે પણ વપરાય છે. તદઉપરાંત તેનો ઉપયોગ દવાઓની બનાવટમાં પણ થાય છે.
ધાણા