વરિયાળીના પાકોમાં મૂલ્યવર્ધન અને તેની તકો વિશે જણાવવા વિનંતી
વરિયાળીના બીજમાંથી ઉડયનશીલ તેલ અને ઓલીયોરેઝીન કાઢવામાં આવે તો તેનું મૂલ્ય બે થી ત્રણ ગણું વધી જાય છે. ઉડયનશીલ સુગંધિત તેલ ખોરાકમાં જરૂરી સ્વાદ, સુગંધ અને સોડમ ઉમેરવા માટે, સુગંધિત અતરો અને સાબુ, કોસ્મેટીક બનાવટો તથા આયુવેર્દિક દવાઓમાં વપરાય છે જયારે ઓલીયોરેઝીન ડબ્બાબંધ ખોરાક, સુપ, ચટણી, ચીઝ, ડેરી અને બેકરીની બનાવટોમાં, દવાઓની બનાવટમાં, નાસ્તા તથા પીણા બનાવવા માટે ઉપયોગી છે. વળી બહારના દેશોમાં તેની નિયમિત નિકાસ થતી હોઈ ઉડયનશીલ તેલ કે ઓલીયોરેઝીનની વિશ્વબજારમાં માંગ ઉભી કરવામાં કોઈ મુશ્કેલી પડે તેમ નથી.
વરીયાળી