વરિયાળીની સુધારેલી જાતો ગુજરાત વરિયાળી-ર અને ગુજરાત વરિયાળી-૧૧ ના પ્રમાણિત બીજનો જ વાવેતરમાં ઉપયોગ કરવો જોઈએ, જેની ખાસિયતો નીચે મુજબ છે.
ગુજરાત વરિયાળી-ર : આ જાત ૧૯૯૭ માં રાજયના જગુદણ કેન્દ્રથી બહાર પાડવામાં આવેલ છે અને ગુજરાત વરિયાળી-૧ કરતા વધારે ઉત્પાદન આપે છે. આ જાતમાં ગુજરાત વરિયાળી-૧ કરતા વધારે ડાળીઓ, ચક્કર, ઉપચક્કર અને પ્રત્યેક ઉપચક્કરમાં દાણાની વધારે સંખ્યાના કારણે ઉત્પાદન ૧ર.પ ટકા જેટલું વધારે મળે છે. ચોમાસુ અને શિયાળુ બંને ઋતુમાં આ જાત સફળતાપૂર્વક વધારે નફો આપી શકે છે. દાણાની ગુણવતાની દ્રષ્ટિએ પણ આ સારી જાત છે.
ગુજરાત વરિયાળી-૧૧ : શિયાળુ પાક તરીકે વધારે ઉત્પાદન મેળવવા આ જાત સને ર૦૦૩ માં ભલામણ થયેલ છે. આ જાત ગુજરાત વરિયાળી-ર કરતા ડાળીઓ, ચક્કર અને ઉપચક્કરની સંખ્યા વધારે ધરાવે છે. ઉપચક્કરમાં દાણા વધારે અને ઘનિષ્ઠ રીતે ગોઠવાયેલા હોય છે. વચ્ચેનું ઉપચક્કર ટુંકુ અને સીધુ તે આ જાતની આગવી ઓળખ છે. સુગંધિત તેલનું પ્રમાણ ૧.૮૦% છે. આ જાતનું શિયાળુ વાવેતર માટે મહતમ અને સરેરાશ ઉત્પાદન અનુક્રમે ૩૪૮૩ અને ર૪૯૦ કિગ્રા/હેકટર મળી શકે છે. જે ગુજરાત વરિયાળી-ર કરતા ૧ર% વધુ છે.
વરિયાળીમાં જાતોની પસંદગી કઈ રીતે કરવી ?
વરીયાળી