જીરૂના પાકમાં નિંદામણ કયારે અને કેટલા કરવા જોઈએ ? તેમજ રાસાયણિક રીતે નિંદામણ નિયંત્રણ થઈ શકે કે કેમ તે જણાવશો.
જીરૂના પાકનો વૃઘ્ધિદર ધીમો હોવાથી નિંદામણ સામે હરીફાઈમાં ટકી શકતો નથી જેથી નિંદણને કારણે કેટલીક વાર પાક નિષ્ફળ જાય છે. જીરૂના પાકને ૪પ દિવસ સુધી નિંદામણમુક્ત રાખવો ખાસ જરૂરી છે. જયાં ખેતમજુરો સહેલાઈથી, સસ્તાદરે મળતા હોય ત્યાં વાવણી બાદ રપ થી ૩૦ દિવસે પ્રથમ અને બીજુ નિંદામણ જરૂરીયાત મુજબ ૪૦ દિવસે કરવું. આમ કુલ બે હાથ નિંદામણ કરવા જોઈએ પરંતુ જયા મજુરોની અછત હોય અને મજુરીના દર ઉંચા હોય ત્યા રાસાયણિક નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે પેન્ડીમીથેલીન ૧.૦ કિગ્રા સક્રિય તત્વ અથવા ફયુકલોરાલીન ૦.૯ કિગ્રા સક્રિય તત્વ પ્રમાણે પ્રતિ હેકટરે અથવા જીરૂની વાવણી પછી પ્રથમ પિયત પહેલા પિયત પછી બે થી ત્રણ દિવસે એક સરખો છંટકાવ કરવો.
જીરું