જીરૂના પાકમાં પિયત કયારે અને કેટલા આપવા જોઈએ ? તેમજ પિયત આપવામાં શું કાળજી રાખવી જોઈએ ?

જીરૂરના પાકમાં પિયત એ ખૂબ જ જોખમી પરિબળ છે. પિયત માટેના કયારા સમતળ, સાંકડા અને નાના એટલે કે ૬ મીટર લંબાઈના અને ર મીટર પહોળાઈના રાખવાથી ઉત્પાદન , નફો તથા પિયતની કાર્યક્ષ મતામાં વધારો થાય છે. પ્રથમ પિયત વાવણી બાદ તુરત જ, બીજુ પિયત જમીનની પ્રત પ્રમાણે ૮ થી ૧૦ દિવસે (સારા અને ઝડપી ઉગાવા માટે), ત્રીજુ પિયત ૩૦ દિવસે અને ચોથુ પિયત ૬૦ દિવસે અને સૌરાષ્‍ટ્ર વિસ્‍તારમાં પાંચમુ પિયત ૭૦ દિવસ બાદ આપવું. વાદળછાયું વાતાવરણ, કમોસમી વરસાદ અથવા રોગ આવવાના ચિહનો જણાય તો પિયત આપવાનુ બંધ કરવાથી ચરમી તથા છારાના રોગનો ફેલાવો થતો અટકાવી શકાય છે. પાણીની અછત હોય ત્‍યારે પાકની કટોકટીની અવસ્‍થા જેવી કે વાનસ્પતિક વૃઘ્‍ધિના તબક્કે (વાવણી બાદ ૩૦ દિવસે), બીજના વિકાસ તબક્કે (વાવણી બાદ ૬પ દિવસે) પિયત અવશ્‍ય આપવું જોઈએ.

જીરું