જીરૂના પાકમાં કયા ખાતર કયારે અને કેટલા પ્રમાણમાં આપવા જોઈએ ?

જીરૂએ ટુંકાગાળાનો તથા છીછરા મૂળવાળો પાક હોઈ સામાન્‍ય રીતે દર વર્ષે છાણિયું ખાતર આપવાની જરૂરીયાત નથી. પરંતુ દર બીજા વર્ષે પ્રતિ હેકટરે ૧૦ થી ૧ર ટ્રેકટર ટ્રોલી સારૂ કોહવાયેલું છાણિંયુ ખાતર જમીન તૈયાર કરવાના સમયે આપી જમીન સાથે ભેળવી દેવું જોઈએ. પરંતુ અગાઉના ચોમાસુ પાકમાં છાણિયું ખાતર આપેલ હોય તો શિયાળુ પાકમાં આપવાની જરૂર નથી. જીરૂના પાકમાં ૩૦ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૧પ કિલોગ્રામ ફોસ્‍ફરસ તત્‍વ આપવાની ભલામણ છે. પરંતુ જમીનનું પૃથ્‍થકરણ કરી તેના આધારે ખાતર આપવાનું નક્કી કરવું જોઈએ. આ માટે જમીન તૈયાર કરતી વખતે પાયાના ખાતર તરીકે ૧પ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૧પ કિલોગ્રામ ફોસ્‍ફરસ આપવો એટલે કે ૩૩ કિલોગ્રામ ડી.એ.પી. અને ર૦ કિગ્રા યુરીયા આપવું જોઈએ. ત્‍યારબાદ પૂર્તિ ખાતર તરીકે પાક જયારે એક માસનો થાય ત્‍યારે નિંદામણ કર્યા પછી પરંતુ પિયત આપ્‍યા બાદ ૩૩ કિલોગ્રામ યુરીયા હારમાં છોડથી દુર જમીનમાં પગ ફરે તેવા ભેજે સાંજના સમયે પ્રતિ હેકટરે આપવુ જોઈએ.

જીરું