જીરૂને છાંટીને/પૂંખીને વાવેતર કરવાથી કે ચાસમાં વાવેતર કરવાથી રોગ ઓછો આવે છે?

જીરૂને છાંટીને/પૂંખીને વાવેતર કરવાથી જીરૂનું બિયારણ દરેક જગ્‍યાએ એકસરખી રીતે જમીનમાં ન પડવાને કારણે અમુક જગ્‍યાએ ખુબ જ નજીક નજીક છોડ ઉગે છે વળી પૂંખ્‍યા બાદ બીજને યોગ્‍ય રીતે જમીનમાં ભેળવવામાં આવતુ ન હોવાથી ઉપર રહી ગયેલ બીજ પિયત પાણીથી તણાઈ જઈ એક જગ્‍યાએ જથ્‍થામાં ઉગે છે જયારે ઉંડે પડેલ બીજનો પૂરતો ઉગાવો થતો નથી. ઉપરાંત પૂંખીને વાવેતર કરવામાં બિયારણનું પ્રમાણ વધારે રાખવું પડે છે જેથી બીજ ખર્ચ વધે છે. પૂંખવાને કારણે ખાતર અને બીજ એકબીજાથી દુર પડવાથી તેનો કાર્યક્ષ મ ઉપયોગ થઈ શકતો નથી તેમજ આંતરખેડ અને નિંદણ નિયંત્રણમાં પણ મુશ્‍કેલી પડે છે. આથી જીરૂનું વાવેતર બે હાર વચ્‍ચે ૩૦ સે.મી.નું અંતર રાખી કરવું જોઈએ. ચાસમાં વાવેતર કરવાથી પ્રથમ ચાસમાં ખાતર અને પછી બિયારણ પડવાથી ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે, બીજનો દર ઘટાડી શકાય છે. બીજ એક સરખી ઉંડાઈએ પડવાથી એક સરખો અને એક સાથે ઉગાવો થાય છે. આંતરખેડ અને નિંદામણ નિયંત્રણ સરળતાથી કરી શકાય છે અને ભેજનો સંગ્રહ થવાથી બે પિયત વચ્‍ચેનો ગાળો લંબાવી પિયતનો બચાવ કરી શકાય છે તેમજ ચરબી રોગનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.

જીરું