જીરૂના પાકનો સારો અને ઝડપી ઉગાવો થાય તે માટે શું કરવું જોઈએ ?

જીરૂના પાકના સારા અને ઝડપી ઉગાવા માટે વાવણી પહેલા બીજને આઠ કલાક પાણીમાં પલાળી સુકવી કોરા કરી વાવેતર કરવું જોઈએ તેમજ બીજ જમીનમાં ૧ સે.મી.થી વધારે ઉંડાઈએ ન પડે તેની કાળજી લેવી જોઈએ. આ ઉપરાંત જમીનજન્‍ય અને બીજ જન્‍ય રોગના નિયંત્રણ માટે તથા સારા ઉગાવા માટે એક કિલોગ્રામ બીજદીઠ ૩ ગ્રામ પારાયુક્‍ત દવા જેવી કે થાયરમ અથવા કેપ્‍ટાનનો પટ આપી વાવેતર કરવું.

જીરું