પ્રશ્ન-૨: બાજરાનું વાવેતર કઇ કઇ ઋતુમાં કરવામાં આવે છે. અને તેનો વાવેતર વિસ્તાર ગુજરાત રાજયમાં કેટલો છે ?

બાજરાનું વાવેતર ખાસ કરીને ચોમાસુ, ઉનાળુ અને સેમી-રબી એટલે કે પૂર્વ-શિયાળુ ઋતુમાં વાવેતર કરવામાં આવે છે. ગુજરાત રાજયમાં બાજરાનો કુલ વાવેતર વિસ્તાર આશરે ૪.૫ થી ૫ લાખ હેકટર જેટલો છે તેમાંથી ૯૯ ટકાથી વઘુ વિસ્તારમાં હાઇબ્રીડ બાજરાનું વાવેતર થાય છે. બાજરાનો પાક ચોમાસુ ઋતુમાં અંદાજે ૨.૦૦ થી ૨.૫ લાખ હેકટરમાં અને જ્યાં ઉનાળુ ઋતુમાં પિયતની પુરતી સુવિઘાઓ છે તેવા વિસ્તારમાં ઉનાળુ બાજરાનું વાવેતર અંદાજે ૨.૫ થી ૩.૦ લાખ હેકટરમાં કરવામાં આવે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરીયા કાંઠાના વિસ્તારમાં પૂર્વ-શિયાળુ ઋતુમાં બાજરાનું વાવેતર આશરે ૨૦ થી ૨૫ હજાર હેકટરમાં કરવામાં આવે છે.

બાજરો