પ્રશ્ન-૪૯: બાજરાના પાકમાં ડુંડા અવસ્થાએ નુકશાન કરતી લીલી ઈયળ ને કાબુમાં રાખવા માટેના રાસાયણિક તેમજ જૈવિક નિયંત્રણનાં ઉપાયો જણાવો ?

રાસાયણિક નિયંત્રણનાં ઉપાયો જણાવો બાજરાના પાકમાં લીલી ઈયળના નિયંત્રણ માટે બેસીલસ થુરીનજાયેન્સીસ નામના જીવાણુંનો પાવડર ૨૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ.  લીલી ઇયળનું NPV 450 LE/hacter (૧૦ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી લીલી ઈયળનુ નિયંત્રણ થાય છે.  લીલી ઈયળના નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસયાના ફૂગનો પાવડર ૫૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છોડ બરોબર ભીંજાય તે રીને ૧૦-૧૦ દિવસને અંતરે બે છંટકાવ કરવા જોઈએ  લીલી ઈયળના પતંગીયા આકર્ષવા તેમજ નિયંત્રણ હેતુ માટે ૫ ફેરોમોન ટ્રેપ પ્રતિ હેક્ટર ડુંડા અવસ્થાએ છોડથી ૧ ફુટ ઉંચે રાખવા

બાજરો