પ્રશ્ન-૪૭: બાજરાના પાકમાં નુકશાન કરતી સાંઠાની માખી તેમજ ગાભમારાની ઇયળને કાબુમાં રાખવા માટેના રાસાયણિક તેમજ જૈવિક નિયંત્રણનાં ઉપાયો જણાવો ?

સાંઠાની માખી તેમજ ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે પાકના ઉગાવા પછી ૩૦ દિવસે પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રિન ૪% ૪૪ ઈસી ૦.૦૪૪% નું તૈયાર મિશ્રણ (૧૦ મિલી/૧૦ લિટર પાણી) અથવા કારટેપ હાઈડ્રોક્લોરિઈડ ૫૦ એસ પી ૦.૦૫ % (૧૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા થાયોડીકાર્બ ૭૫ ડ્બ્લયુ પી ૦.૧૫% (૨ ગ્રામ/૧૦ લિટર પાણી)નો છંટકાવ કરવો. જે વિસ્તારમાં સાંઠાની માખી તેમજ ગાભમારાની ઈયળ નો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય ત્યાં ફેનાબુકાર્બ ૫૦ ઈ. સી., ૦.૧% (૨૦ મિ.લી/ ૧૦ લિટર પાણી) અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈ. સી., ૦.૦૫% (૧૦ મિ.લી/૧૦ લિટર પાણી) નો પાકના ઉગાવા બાદ ૨૦ અને ૪૦ દિવસે છંટકાવ કરવો. સાંઠાની માખીના જૈવિક નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસિયાના નામની ફૂગનો પાઉડર ૫૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છોડ બરોબર ભીંજાય તે રીતે ૧૦-૧૦ દિવસને અંતરે બે છંટકાવ કરવા જોઈએ. લીમડાની લીંબોળીનાં મીંજનો ભુક્કો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવી જીવાતનો ઉપદ્રવ જણાયેથી ૧૦-૧૦ દિવસને અંતરે ત્રણ છંટકાવ કરવાથી સાંઠાની માખીનું નિયંત્રણ થાય છે.

બાજરો