પ્રશ્ન-૪૩: બાજરાના અંગારીયો (સ્મટ) રોગનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય?

ઉપરોક્ત ત્રણેય રોગો (કુતુલ, ગુંદરીયો અને અંગારીઓ) માટે નીચે મુજબના પગલા લેવા ખાસ જરૂરી છે. જેથી રોગના બીજાણું ઓછા થઈ શકે અને રોગને ઓછો કરી શકાય. વાવણી લાયક વરસાદ થતા સમયસર વાવેતર કરવાથી ઉપરોક્ત રોગોનું પ્રમાણ ઓછું રહે છે. વહેલા વાવેતરમાં રોગ ઓછો આવે છે. ચોમાસામાં ૧૫ જૂલાઈ બાદ બાજરીનું વાવેતર કરવું હિતાવહ નથી. મોડું વાવેતર કરવાથી ઉપરોક્ત રોગોનું પ્રમાણ વધે છે. ખેતરમાં રોગકારક છોડ કે છોડનાં ભાગ જોવા મળે તો ઉપાડી અથવા તોડી, ભેગા કરી નાશ કરવો. પાક ફેરબદલી કરવી. ઉનાળામાં ઊંડી ખેડ કરી જમીન તપવા દેવી.

બાજરો