પ્રશ્ન-૪૨: બાજરામાં આવતા અંગારીયો (સ્મટ) રોગ થી ઉત્પાદન પર કેવી અસર પડે છે.

બાજરામાં આ રોગ આવતાં ડુંડામાં દાણાની જગ્યાએ કાળી ભૂકીથી ભરેલા દાણા જોવા મળે છે. ડુંડામાં દાણાની જગ્યાએ સામાન્ય દાણાથી થોડા મોટા કદના શરૂઆતમાં ચળકતા લીલા રંગના અને છેવટે ભૂખરા, કથ્થાઈથી કાળા રંગના દાણા થઇ જાય છે. આવા દાણા સહેલાઈથી તુટતા અંદરથી કાલી ભૂકી (બીજાણુંનો સમુહ) હવામાં પ્રસરી જઈ ડુંડામાં ફૂલ અવસ્થાએ ફરી રોગ કરે છે. રોગની તીવ્રતા વધારે હોય તો ડુંડામાં રોગીસ્ટ દાણાનું પ્રમાણ વધતા ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આ રોગ પણ ડુંડા અવસ્થાએ જ જોવા મળે છે.

બાજરો