પ્રશ્ન-૩૭: કુતુલ રોગનું નિયંત્રણ કઈ કઇ રીતે કરી શકાય તે વિષે માહીતી આપશો ?

આ રોગના અસરકારક નિયંત્રણ માટે (૧) રોગ પ્રતિકારક જાતો જેવી કે જીએચબી ૭૩૨, જીએચબી ૯૦૫, જીએચબી ૧૧૨૯, જીએચબી ૧૨૨૫ અને જીએચબી ૧૨૩૧ અને જીએચબી ૫૩૮ (મરુ સોના EDV-DM) જેવી જાતોનું વાવેતર કરવું જોઈએ. (૨) બીજ ને વાવતા પહેલા મેટાલેક્ષીલ દવાનો ૮ ગ્રામ પ્રતિ કિગ્રા પ્રમાણે પટ આપવો, જેથી છોડને વાવણીના પ્રથમ ૨૦-૨૫ દિવસ સુધી કુતુલ રોગથી રક્ષણ મળી રહે. (૩) બીજ ઉત્પાદન પ્લોટમાં રોગ જણાય તો મેટાલેક્ષિલ ૨ ગ્રામ/લિટર પાણીમાં ઓગાળી વાવેતર બાદ ૨૦ અને ૩૫ દિવસે છંટકાવ કરવાથી કુતુલ રોગને વધતો અટકાવી શકાય છે.

બાજરો