પ્રશ્ન-૩૩: સંકર બાજરા બીજ ઉત્પાદન પ્લોટની કાપણી કઇ એજન્સીના અઘિકારીની હાજરીમાં કરવામાં આવે છે. અને કાપણી તેમજ થ્રેસીંગ વખતે કઇ કઇ બાબતો ઘ્યાનમાં રાખવી જોઇએ ?

સંકર બાજરા બીજ પ્લોટની કાપણી ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીના અધિકૃત અધિકારીની હાજરીમાં તેમની સુચના મુજબ કરવામાં આવે છે. માદા લાઇનોમાંથી મળેલ ઉત્પાદનનાં જથ્થાને સંકર બાજરી બીજ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે નર લાઇનોના ઉત્પાદનને જનરલ બાજરી તરીકે બજારમાં વેચાણ કરવાનું હોય છે. તેથી નર અને માદા લાઇનોની કાપણી અલગ-અલગ કરી, તેને જુદા-જુદા ખળામાં રાખી થ્રેસીંગ કરવું. બીજ ઉત્પાદન પ્લોટમાં સૌ પ્રથમ નરની બઘી લાઇનો નીચેથી કાપી પ્લોટમાંથી દૂર કરવી. ત્યાર બાદ માદા લાઇનોના ડૂંડાની લણણી કરવી. માદા લાઇનોના ડૂંડા સાફ કરેલ ખળામાં નાખી, સુર્ય પ્રકાશમાં તપાવી, થ્રેસરને અગાઉથી સાફ સુફી કરી, થ્રેસર વડે ડૂંડામાંથી દાણા છૂટા પાડવામાં આવે છે. આ બીજના જથ્થાને સંકર બીજ કહેવામાં આવે છે. બીજનું ગ્રેંડીંગ કરી, બીજમાં ૧૦ ટકાથી વધુ ભેજ ન રહે તેની કાળજી રાખી, શણનાં નવા કોથળામાં ભરી, ગોડાઉનમાં બીજના જથ્થાનો સંગ્રહ કરવો. બિયારણ લાયક જથ્થો તૈયાર થયે બીજ પ્રમાણન કચેરીને જાણ કરી બીજનાં નમુનાઓ લેવા અંગેની કાર્યવાહી કરવી.

બાજરો