પ્રશ્ન-૩૨: સંકર બાજરાના પ્રમાણિત બીજ ઉત્પાદન પ્લોટમાં ક્ષેત્રીય નિરીક્ષણ કરવા કોણ આવે છે. અને કયા કયા સ્ટેજે ક્ષેત્રીય નિરીક્ષણ કરવામાં આવે છે ?

સંકર બાજરાના પ્રમાણિત બીજ ઉત્પાદન પ્લોટમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીના તાંત્રિક કર્મચારીઓ ઉભા પાકમાં ચાર વખત ક્ષેત્રીય નિરીક્ષણ કરવા આવે છે. પ્રથમ ફુલકાળ અવસ્થા પહેલા, બીજુ અને ત્રીજુ ફુલકાળ અવસ્થાએ અને ચોથું ક્ષેત્રીય નિરીક્ષણ કાપણી પહેલા કરે છે. આ ક્ષેત્રીય નિરીક્ષણ દરમ્યાન પ્લોટમાં બોર્ડર લાઇનોનું વાવેતર, માદા અને નર લાઇનોનું વાવેતરનું પ્રમાણ, એકલન અંતર, વિજાતીય છોડ, પોલન શેડર છોડ, રોગ યુક્ત છોડ અને નિંદામણના છોડના પ્રમાણની ચકાસણી કરવામાં આવે છે. જો બીજ પ્લોટ ક્ષેત્રીય નિરીક્ષણ દરમ્યાન તેના લઘુત્તમ ઘોરણો અનુસાર ન જણાય તો તેવા બીજ પ્લોટ પ્રમાણન માટે ગ્રાહય રાખવામાં આવતા નથી.

બાજરો