પ્રશ્ન-૩૦: સંકર બાજરા બીજ ઉત્પાદન પ્લોટમાં કેટલુ અને ક્યારે છાણીયું અને રાસાયણિક ખાતર આપવું તેની માહિતી આપશો ?

સંકર બાજરા બીજ ઉત્પાદન પ્લોટમાં છાણીયુ ગળતીયું-કંમ્પોસ્ટ ખાતર હેકટર દીઠ ૨૫ થી ૩૦ ગાડા જમીન તૈયાર કરતી વખતે નાખવું. જ્યારે રાસાયણિક ખાતરોની વાત કરીએ તો બીજ ઉત્પાદન પ્લોટમાં હેકટર દીઠ કુલ ૧૨૦ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ તત્વો આપવાની ભલામણ થયેલ છે. તેમાંથી ૬૦ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ (૧૩૦ કિ.ગ્રા. ડી.એ.પી. અને ૮૦ કિ.ગ્રા. યુરીયા) પાયાના ખાતર તરીકે બીજ વાવતા પહેલા દંતાળથી ચાસમાં ૭ થી ૮ સે.મી. ઉંડે આપવા. બાકીનો ૬૦ કિ.ગ્રા. નાઇટ્રોજન પૈકી ૪૦ કિ.ગ્રા. નાઇટ્રોજન (૮૭ કિ.ગ્રા. યુરીયા પ્રતિ હેકટર) પારવણી અને નિંદામણ થયા બાદ ૨૦ થી ૨૫ દિવસે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે આપવું અને બાકીનો ૨૦ કિ.ગ્રા. નાઇટ્રોજન (૪૩ કિ.ગ્રા. યુરીયા પ્રતિ હેકટર) પાકની નિંઘલ અવસ્થાએ જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે છોડની બાજુમાં આપવું.

બાજરો