સંકર બાજરા બીજ ઉત્પાદન પ્લોટમાં માદા અને નર જાતોની વાવણી જુદી જુદી લાઇનોમાં કરવામાં આવે છે જેમાં માદા અને નર લાઇનનું ૬:૨ ના પ્રમાણમાં વાવેતર કરવુ એટલે કે છ લાઇન માદાની જયારે બે લાઇન નરની એમ વારાફરતી ૬:૨ ના પ્રમાણમાં લાઇનો વાવવામાં આવે છે. તેમજ બીજ પ્લોટની ફરતે નરની ૨ થી ૩ બોર્ડર લાઇનો વાવવામાં આવે છે. જેથી બોર્ડર પરના માદાના છોડને સતત પરાગરજ પુરતા પ્રમાણમાં મળતી રહે અને તેથી ઉત્પાદન વઘુ મેળવી શકાય છે. બીજ ઉત્પાદન પ્લોટમાં ઉત્પાદનનો આધાર નર અને માદામાં એકી સાથે ફુલો બેસવા પર રહેલો છે, પરંતુ કેટલીક હાઇબ્રીડોના નર અને માદાનો ફુલકાળ સમય જુદો જુદો હોય છે, એટલે કે તેમની નર અને માદા લાઇનોમાં એકી સાથે ફુલો બેસતા નથી. આવી હાઇબ્રીડોના નર અને માદા જાતોમાં ફુલો આવવાનો સમય ધ્યાને રાખી, બીજ ઉત્પાદન પ્લોટમાં નર અને માદાની વાવણી જુદા જુદા સમયે કરવી, જેથી નર અને માદા લાઇનોનો ફુલો કાળ સમય એકીસાથે જળવાઇ રહે અને ઉત્પાદન પૂરતું મળે. જીએચબી-૭૩૨, જીએચબી-૯૦૫, જીએચબી ૧૧૨૯, જીએચબી ૧૨૨૫ અને જીએચબી ૧૨૩૧ના નર અને માદા લાઇનોનો ફુલકાળ સમય એકી સાથે આવે છે તેથી સદરહું હાઇબ્રીડોના બીજ ઉત્પાદન પ્લોટમાં નર અને માદાનું વાવેતર એક જ સમયે કરવુ. જ્યારે જીએચબી ૫૩૮ (મરુ સોના EDV-DM)માં માદા કરતાં નર જાતોમાં ૫ થી ૬ દિવસ ફુલ મોડા આવતાં હોય, તેથી બીજ ઉત્પાદન પ્લોટમાં નરની વાવણી માદા કરતાં ૫ થી ૬ દિવસ વહેલી કરવી. આમ કરવાથી માદા અને નર બન્નેનો ફુલકાળ સમય એકીસાથે જળવાઇ રહે છે. અને તેથી બીજ ઉત્પાદન પુરતું મળે છે.
પ્રશ્ન-૨૯: સંકર બાજરા બીજ ઉત્પાદન પ્લોટમાં માદા અને નર લાઇનોના વાવેતરનું પ્રમાણ કેટલુ રાખવું જોઇએ અને જુદી જુદી સંકર જાતોના નર અને માદા લાઇનો પ્લોટમાં એકી સમયે વાવેતર કરવું કે આગળ-પાછળ વાવેતર કરવુ તે જણાવશો ?
બાજરો