પ્રશ્ન-૨૮: ઉનાળામાં સંકર બાજરા બીજ ઉત્પાદન પ્લોટની વાવણી ક્યારે કરવી તેમજ પ્લોટમાં બે હાર વચ્ચે વાવેતર અંતર કેટલું રાખવું અને બીજનો દર કેટલો રાખવો જોઇએ ?

ઉનાળામાં સંકર બાજરા બીજ ઉત્પાદન પ્લોટની વાવણી ૧૦ ફેબ્રુઆરી થી ૧૫ માર્ચ સુઘીમાં ઠંડી ઓછી થયે તરત જ કરવાની ભલામણ કરવામાં આવે છે. ઉનાળુ બીજ પ્લોટનું વાવેતર ઠંડી ઓછી થયે તુરત જ ૧૫ ફેબ્રુઆરીની આસપાસ વહેલા કરવાથી, પાક સમયસર લઇ ચોમાસા માટે સંકર બીજ વહેલા તૈયાર કરી શકાય છે. તેમજ ઉનાળાનાં અંત ભાગની તીવ્ર ગરમી અને ગરમ પવનથી માદા લાઇનોમાં દાણા ઓછા બેસવાની વિપરીત અસરમાંથી પાક બચી જાય છે અને વઘુ ઉત્પાદન મેળવી શકાય છે. તેથી ઉનાળુ બીજ પ્લોટનું વાવેતર ઠંડી ઓછી થયે તુરત જ સમયસર કરવી હિતાવહ છે. સંકર બાજરા બીજ ઉત્પાદન પ્લોટમાં વાવેતર અંતરની વાત કરીએ તો બે હાર વચ્ચે ૬૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૦-૧૫ સે.મી. અંતર પારવણીથી જાળવવું. બાજરાના પ્લોટમાં પારવણી પાક ૧૫-૨૦ દિવસનો થાય ત્યારે હાથ નિંદામણની સાથે સાથે પારવણી કરવી જરૂરી છે. બીજ ઉત્પાદન પ્લોટમાં માદા જાતનું પ્રતિ હેકટરે ૩.૦૦ કિ.ગ્રા.બીજની જરૂર રહે છે. જ્યારે નર જાતનું પ્રતિ હેકટરે ૧.૦૦ કિ.ગ્રા.બીજનો દર રાખી વાવેતરની ભલામણ કરવામાં આવેલ છે.

બાજરો