પ્રશ્ન-૨૬: સંકર બાજરા બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવા માટે કેવી અને કેવા પ્રકારની જમીનની પસંદગી કરવી જોઇએ અને તેમાં કેટલા મીટર એકલન અંતર જાળવવું જોઇએ ?

બાજરીનો પાક ગોરાડુ, મઘ્યમકાળી કે બેસર જમીનમાં સારો થાય છે. માટે આવી જમીન બીજ ઉત્પાદન પ્લોટ માટે પસંદ કરવી જોઇએ. વઘુમાં જણાવવાનું કે સંકર બાજરી બીજ ઉત્પાદન કાર્યક્રમ, જે જમીન પર લેવાનો હોય, તે જમીનમાં આગળની ઋતું/વર્ષમાં બાજરીનો પાક લીઘેલો ન હોવો જોઇએ એ બિયારણની શુધ્ધતાં જાળવવા માટે ખૂબ જ જરૂરી છે. એકલન અંતર એટલે કે આઇસોલેશન અંતરની વાત કરીએ તો જે બીજ ઉત્પાદન પ્લોટ વાવેલ હોય તેની ચારેય બાજુની સીમાઓની છેલ્લી લાઇનથી ઓછામાં ઓછુ ૨૦૦ મીટર સુઘીનું એકલન અંતર જાળવવું ફરજીયાત છે. એટલે કે ચારેય બાજુની સીમાઓની છેલ્લી લાઇનથી ૨૦૦ મીટર અંતર સુધીમાં બાજરાની અન્ય કોઇપણ જાતનું વાવેતર હોવુ ન જોઇએ. શકય હોય તો આ અંતર વધુ રાખવાથી બીજની જનિનીક શુધ્ધતાં વધે છે. જો ૨૦૦ મીટર એકલન અંતર ન જળવાઇ તો બીજ પ્લોટ પ્રમાણન માટે ગાહય રાખવામાં આવશે નહિ જે ખાસ ધ્યાન રાખવું જરુરી છે.

બાજરો