સંકર બાજરાનું સર્ટીફાઇડ બીજ ઉત્પાદન કાર્યક્રમ કોઇપણ ખેડૂત, સરકારી કે સહકારી સંસ્થા કે કોઇપણ પ્રાઇવેટ રજીસ્ટર્ડ કંપનીઓ લઇ શકે છે. આપણા રાજ્યમાં ખેડૂતો ડાયરેક્ટ બીજ ઉત્પાદન પ્રોગ્રામ લેતાં નથી પરંતુ મોટા ભાગના ખેડૂતો, ગુજરાત રાજ્ય બીજ નિગમ, ગુજ્કોમાસોલ અગર તો પ્રાઇવેટ રજીસ્ટર્ડ સીડ કંપનીઓ મારફતે સંકર બાજરાની નોટીફાઇડ થયેલ જાતોનો સર્ટીફાઇડ બીજ ઉત્પાદન કાર્યક્રમ લે છે. આવો સર્ટીફાઇડ બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવા માટે બીજ પ્લોટની નોંઘણી “ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીની કચેરી” અમદાવાદ ખાતે કરાવવાની હોય છે. આ માટે બીજ પ્લોટની નોંઘણી બીજ પ્રમાણન માટે દર વર્ષે ચોમાસું ઋતુ માટે ૧૫મી જુલાઇ સુધીમાં અને ઉનાળુ ઋતુ માટે ૧૫મી ફેબ્રુઆરી સુધીમાં બીજ પ્લોટની નોંધણી કરાવવાની હોય છે. નોંઘણી સમયે તેના અઘિકારીઓ દ્રારા નર-માદાના બિયારણ ખરીદીનું અસલ બીલ, ટેગ્સ, ખાલી થેલીઓ વગેરેની ચકાસણી કર્યા પછી જ બીજ પ્લોટની નોંધણી કરે છે.
પ્રશ્ન-૨૫: સંકર બાજરાનું સર્ટીફાઇડ બીજ ઉત્પાદન કાર્યક્રમ કોણ કોણ લઇ શકે? અને તેના બીજ ઉત્પાદન પ્લોટની નોંઘણી ક્યાં અને ક્યારે કરાવવાની હોય છે ?
બાજરો