પ્રશ્ન-૨૪: બાજરાના પાકની કાપણી ક્યારે કરવી અને કાપણી સમયે કઇ કઇ બાબતો ઘ્યાનમાં રાખવી જોઇએ ?

બાજરાનો પાક જયારે પરીપકવ થાય ત્યારે સમયસર કાપણી કરી લેવી જોઇએ. ડૂંડાને દબાવતાં જો દાણા છુટા પડે તો સમજવું કે બાજરો કાપણી લાયક થઇ ગયેલ છે. એટલે બાજરાની કાપણી કરી લેવી જોઇએ. બાજરાનાં ડૂંડાને લણીને ખળામાં પાથરી સૂર્યપ્રકાશમાં બરાબર તપાવવા અને ત્યાર બાદ થ્રેસરમાં નાખી થ્રેસીંગ કરવું. દાણાને સાફ કરી સૂર્યપ્રકાશમાં સુકવીને જ્યારે દાણામાં ૮ થી ૧૦ ટકા ભેજ રહે ત્યારબાદ ભેજ રહીત સુકી જગ્યામાં સંગ્રહ કરવો.

બાજરો