પ્રશ્ન-૨૧: બાજરાના પાકમાં કયારે અને કેટલી આંતર ખેડ કરવી અને તેનું મહત્વ જણાવશો ?

બાજરાના પાકમાં, પાક ઉગ્યા બાદ દશેક દિવસથી પાક નિંઘલમાં આવે એટલે કે ૪૫ દિવસનો થાય ત્યાં સુઘીમાં બે થી ત્રણ આંતરખેડ કરવી. આંતર ખેડ કરવાથી બે હારના પાટલા વચ્ચેનું નિંદામણ દૂર થાય છે તેમજ જમીનની ભૌતિક પરિસ્થિતિ સારી રહે છે અને જમીન પોચી અને ભરભરી રહે છે. આંતર ખેડ કરવાથી છોડની બન્ને બાજુ માટી ચઢતી હોવાથી મૂળનો વિકાસ સારો થાય છે અને છોડને ઢળતા અટકાવી શકાય છે.

બાજરો