ઉનાળુ અને પૂર્વ-શિયાળુ બાજરાના પાકને ૧૨૦ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ પ્રતિ હેકટરે આપવાની ભલામણ છે. જેમાંથી પાયાના ખાતર તરીકે ૪૦ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ એટલે કે ૧૩૦ કિ.ગ્રા. ડી.એ.પી. અને ૩૬ કિ.ગ્રા. યુરીયા પ્રતિ હેકટરે બીજ વાવતા પહેલા દંતાળથી ચાસમાં ૭ થી ૮ સે.મી. ઉંડે આપવા. બાકીનો ૮૦ કિ.ગ્રા. નાઇટ્રોજન પૈકી ૪૦ કી.ગ્રા. નાઇટ્રોજન (૮૭ કિ.ગ્રા. યુરીયા) પાકમાં પારવણી અને નિંદામણ થઇ ગયા બાદ પાક ૨૫-૩૦ દિવસનો થાય ત્યારે અને બાકીનો ૪૦ કી.ગ્રા. નાઇટ્રોજન (૮૭ કિ.ગ્રા. યુરીયા) પાક ૪૦-૪૫ દિવસનો થાય ત્યારે પૂર્તિ ખાતર તરીકે આપવો. ઉત્તર ગુજરાત વિસ્તારમાં બાજરાનું વઘારે ઉત્પાદન મેળવવા માટે હેકટરે ૧૨૦ ને બદલે ૧૬૦ કિ.ગ્રા. નાઇટ્રોજન બે સરખા હપ્તામાં આપવાની ભલામણ થયેલ છે. જે પૈકી ૮૦ કિ.ગ્રા. નાઇટ્રોજન/હે. પાયાના ખાતર તરીકે વાવેતર વખતે અને બાકી રહેતો ૮૦ કી.ગ્રા. નાઈટ્રોજન ૪૦ કિલોના સરખા બે ડોઝમા આપવો.
પ્રશ્ન-૧૯: ઉનાળુ અને પૂર્વ-શિયાળુ બાજરાના પાકમાં કેટલુ અને કયારે રસાયણિક ખાતર આપવું તે જણાવશો ?
બાજરો