પ્રશ્ન-૧૮: ચોમાસામાં બાજરાના પાકમાં કેટલુ અને કયારે રસાયણિક ખાતર આપવું તેની માહિતી આપશોજ ?

ચોમાસુ બાજરાના પાકને ૮૦ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ પ્રતિ હેકટરે આપવાની ભલામણ છે. જેમાંથી ૪૦ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ એટલે કે ૮૭ કિ.ગ્રા. ડી.એ.પી. અને ૫૩ કિ.ગ્રા. યુરીયા અથવા ૨૦૦ કિ.ગ્રા. નર્મદાફોસ પ્રતિ હેકટરે વાવેતર અગાઉ ચાસમાં દંતાળથી પાયાના ખાતર તરીકે આપવા. બાકીનો ૪૦ કિ.ગ્રા. નાઇટ્રોજન એટલે કે ૮૭ કિ.ગ્રા. યુરીયા પ્રતિ હેકટરે પાકમાં પારવણી અને નિંદામણ થઇ ગયા બાદ પાક એક માસનો થાય ત્યારે પૂર્તિ ખાતર તરીકે આપવું. પૂર્તિ ખાતર જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે જ દંતાળથી હારથી ૨૦-૨૫ સે.મી. દૂર અને ૭ થી ૮ સે.મી. ઉંડાઇએ આપવા.

બાજરો