પ્રશ્ન-૧૭: બાજરાનું વાવેતર કઇ રીતે કરવામાં આવે છે અને વાવેતર વખતે શુ શુ કાળજી રાખવી જોઇએ ?

બાજરાના બીજનું વાવેતર સામાન્ય રીતે દંતાળથી કરવામાં આવે છે. બાજરાના બીજ ઝીણા હોવાથી, જો બીજનું વાવેતર વઘારે ઉંડાઈએ કરવામાં આવે તો બીજનો ઉગાવો ઓછો થાય છે. તેથી બીજનું વાવેતર ચાસમાં ૪ સે.મી.થી વઘારે ઉંડાઇએ કરવું નહિ, જેથી બીજનો ઉગાવો પૂરતો અને ઝડપી થાય છે. વળી, બાજરાના બીજ ઝીણા હોવાથી વાવેતર સમયે તેના બીજ સાથે ઝીણી રેતી ભેળવીને વાવેતર કરવામાં આવે તો એક્સરખા અંતરે વાવેતર કરી શકાય છે. મઘ્ય ગુજરાત ખેત આબોહવા વિભાગના ઉનાળુ બાજરા વાવતા ખેડૂતોએ ઘરુ ઉછેર કરી, ફેરરોપણી કરી વાવેતર કરવાથી બાજરાનું સારું ઉત્પાદન મેળવી શકે છે. ઘરુને ૨૦ થી ૨૫ દિવસે ફેર રોપણી કરવાની ભલામણ છે.

બાજરો