પ્રશ્ન-૧૬: બાજરાના પાકમાં પારવણી કયારે કરવી અને તેની અગત્યતા સમજાવો?

બાજરાનો પાક ૧૨ થી ૧૫ દિવસનો થાય ત્યારે હાથથી નિંદણ અને સાથોસાથ ચાસમાં બે છોડ વચ્ચે ૧૦ થી ૧૨ સે.મી. અંતર જળવાઇ રહે તેવી રીતે છોડની પારવણી કરવી એ ખુબજ અગત્યનું ખેત કાર્ય છે. બાજરાના પાકમાં પારવણી કરવાથી બે છોડ વચ્ચેનું અંતર એક સરખુ રહેવાથી છોડનો વિકાસ સારો થાય છે અને છોડમાં ફૂટની સંખ્યામાં વઘારો થાય છે જેને કારણે બાજરાના પાકમાં વઘુ ઉત્પાદન મળે છે. વળી,પારવણી કરેલ છોડનો ઉપયોગ ખાલા પુરવામાં કરવો હિતાવહ છે. ચોમાસામાં આ કામગીરી વરસાદ પછી તરત જ કરવાથી ખાલામાં રોપાણ કરેલ છોડનો ઉગાવો સારો થાય છે. આમ ખાલા પુરવાથી એકમ વિસ્તારમાં પુરતા અને સપ્રમાણ છોડની સંખ્યા જળવાઇ રહે છે.

બાજરો