પ્રશ્ન-૧૪: ઉનાળુ અને પૂર્વ-શિયાળુ ઋતુમાં બાજરાનું વાવેતર ક્યારે કરવું હિતાવહ છે?

ઉનાળુ ઋતુમાં બાજરાનું વાવેતર ઠંડી ઓછી થયે એટલે કે ૧૦ ફેબ્રુઆરીથી ૧૫ માર્ચ સુઘીમાં વાવેતર કરવું હિતાવહ છે. જ્યારે પૂર્વ-શિયાળુ ઋતુમાં બાજરાનું વાવેતર ૧૫ સપ્ટેમ્બર થી ૧૦ ઓક્ટોબર સુઘીમાં કરી દેવુ હિતાવહ છે. જો પૂર્વ-શિયાળુ ઋતુમાં બાજરાનું વાવેતર મોડુ કરવામાં આવે તો દાણા બેસવાના સમયે ઠંડીને કારણે ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. તેથી ભલામણ મુજબ સમયસર બાજરાનું વાવેતર કરવુ હિતાવહ છે.

બાજરો