પ્રશ્ન-૧૧: બાજરાના વાવેતર માટે જમીન કેવા પ્રકારની જોઇએ અને વાવેતર પહેલા જમીનની પ્રાથમિક તૈયારીઓમાં શુ શુ કરવી જોઇએ ?

બાજરી એ હલકી જમીનમાં લેવાતો પાક છે. પરંતુ તેને રેતાળ, ગોરાડુ, મઘ્યમ કાળી કે સારા નિતારવાળી જમીન વઘારે માફક આવે છે. આથી આ પ્રકારની જમીન પસંદ કરવી જોઇએ. અગાઉ લીઘેલ પાકને ઘ્યાનમાં લઇ, હળની એક યા બે ખેડ કરી, ૨-૩ વખત દાંતી-રાંપ ચલાવી, જમીનને સમતલ અને ભરભરી બનાવી અને જમીનમાં આગળના પાકનાં જડીયા-મૂળીયા વીણીને દૂર કરવા જોઇએ. બાજરાના બીજ ઝીણા હોવાથી જમીનમાં બિલકુલ ઢેફા ના રહે તે ખાસ ધ્યાન રાખવું નહીતર વધુ ઢેફાના કારણે બીજ દબાઈ જવાથી ઉગાવો ઓછો મળે છે. જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૨૦ ગાડા જુનું ગળતિયું છાણિયું ખાતર પ્રાથમિક ખેડ પહેલાં છાંટો અને ખેડથી જમીનમાં ભેળવો અથવા ચાસે ખાતર ભરો. જેથી જમીનની ફળદ્રુપતા વઘવાની સાથે સાથે ભેજ સંગ્રહ શક્તિ વઘવાથી ઉત્પાદનમાં વઘારો થાય છે.

બાજરો