પ્રશ્ન-૧૦: ચોમાસા કરતાં ઉનાળુ ઋતુમાં બાજરાના દાણાનું ઉત્પાદન વઘુ મળે છે તેના ક્યા ક્યા કારણો છે ?

સામાન્ય રીતે ચોમાસુ ઋતુની સરખામણીએ ઉનાળુ ઋતુમાં બાજરાના દાણાનું ઉત્પાદન લગભગ બે થી અઢી ગણુ વઘારે મળે છે. કારણ કે ઉનાળુ ઋતુમાં ખેતી કાર્યો જેવા કે ખેડ, ખાતર, વાવેતર સમય, નિંદામણ, પારવણી, આંતરખેડ, પિયત, કાપણી, થ્રેસીંગ વગેરે કાર્યો ઘાર્યા મુજબ સમયસર અને પૂરતા પ્રમાણમાં કરી શકાય છે. તેમજ ઉનાળામાં વાતાવરણના સાનુકૂળ પરિબળોને કારણે ખરીફ ઋતુના પ્રમાણમાં રોગ-જીવાતોનો ઉપદ્રવ પણ ઓછો/નહિવત રહેતો હોય છે વળી ઉનાળામાં વરસાદ ન આવતો હોવાથી ફુલકાળ સમયે ડૂંડામાંથી પરાગરજ ઘોવાઇ જતી નથી જેને કારણે ઉનાળુ ઋતુમાં બાજરીના દાણાનું ઉત્પાદન ચોમાસુ ઋતુ કરતાં વઘારે અને ગુણવત્તાયુક્ત મળે છે. આમ ઉનાળામાં બાજરાના દાણાનું ઉત્પાદન બે થી અઢી ગણુ વઘારે અને ગુણવત્તાયુક્ત મળે છે.

બાજરો