પ્રશ્ન-૭: ચોમાસુ ઋતુ માટે બાજરાની કઇ કઇ જાતો વાવેતર માટે કૃષિ યુનિવર્સીટી તરફથી ભલામણ કરવામાં આવેલ છે ?

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જામનગર ખાતેના બાજરા સંશોઘન કેન્દ્ર પર સતત ચાલતા ઘનિષ્ઠ સંશોઘનના પરિણામે હાલમાં ચોમાસુ ઋતુ માટે ખાસ તૈયાર કરવામાં આવેલ હાઇબ્રીડ જાતો જેવી કે જીએચબી-૭૩૨, જીએચબી-૯૦૫, જીએચબી ૧૧૨૯, જીએચબી ૧૨૨૫, જીએચબી ૧૨૩૧ અને જીએચબી ૫૩૮ (મરુ સોના EDV-DM)નું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવેલ છે. વાવેતરમાં આ જાતોના સર્ટીફાઇડ બિયારણોનો ઉપયોગ કરવો હિતાવહ છે.

બાજરો