પ્રશ્ન-૬: બાયોફોર્ટીફીકેશન એટલે શુ ? બાજરામાં કઇ કઇ બાયોફોર્ટીફાઇડ જાતો બહાર પાડવામાં આવેલ છે ?

ગ્રીક શબ્દ "બાયોસ" નો અર્થ થાય છે "જીવન" અને લેટિન શબ્દ "ફોર્ટિફેર" નો અર્થ છે "મજબૂત બનાવો." બાયોફોર્ટીફિકેશન એટલે ઉત્પાદનની સાથે પોષાત તત્વોનું પ્રમાણ પણ સારા એવા પ્રમાણમાં હોય તેવી જાતોને બાયોફોર્ટીફાઇડ જાતો કહે છે. બાજરાની બાયોફોર્ટીફાઇડ જાતના દાણામાં “લોહ” તત્વનું પ્રમાણ ૭૦ પીપીએમ કરતા વઘુ અને સાથોસાથ “જસત” તત્વનું પ્રમાણ ૪૦ પીપીએમ કરતાં વઘુ હોવાથી તેવી જાતને બાયોફોર્ટીફાઇડ જાત કહેવામાં આવે છે. બાજરામા અત્યાર સુઘીમાં જામનગર કેન્દ્ર ખાતેથી ત્રણ હાઇબ્રીડ જાતો જેવી કે જીએચબી ૧૧૨૯, જીએચબી ૧૨૨૫ અને જીએચબી ૧૨૩૧ નામની બાયોફોર્ટીફાઇડ જાતો બહાર પાડવામાં આવેલ છે.

બાજરો