પ્રશ્ન-૫: બાજરામાં વાવેતર માટે જાતની પસંદગી માટે કઇ કઇ બાબતો ઘ્યાનમાં રાખવી જોઇએ?

બાજરામાં વાવેતર માટે જાતની પસંદગી કરતી વખતે ખાસ કરીને વઘુ ઉત્પાદન આપતી બાયોફોર્ટીફાઇડ જાત, કુતુલ રોગ સામે પ્રતિકારક શક્તિ ઘરાવતી અને ઋતુને અનુરૂપ હાઇબ્રીડ જાતની પસંદગી કરવી જોઇએ. ઉનાળામાં વાવેતર માટે ખાસ કરીને પાણીની ઉપલબ્ઘતા ઘ્યાને રાખી બાજરાની જાત પસંદ કરવી જોઇએ એટલે કે પાણીની પુરતી સગવડતા હોય તો મોડી પાકતી વઘુ ઉત્પાદન આપતી જાત જેવી કે જીએચબી-૭૩૨, જીએચબી ૧૨૨૫ કે જીએચબી ૧૨૩૧ જેવી જાત પસંદ કરવી જોઇએ અને જો પાણીની સગવડ મઘ્યમ કે ઓછી હોય તો મઘ્યમ પાકતી જાત જીએચબી ૧૧૨૯ કે વહેલી પાકતી જીએચબી ૫૩૮ (મરુ સોના EDV : DM) જેવી જાત પસંદ કરવી જોઇએ.

બાજરો